વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે દેશ વાસીઓ 'સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત' ના મિશનને સિદ્ધ કરે. જેના માટે વિદ્યાર્થીઓમાં પણ જાગૃતતા આવવી જરૂરી છે. વિદ્યાર્થીનીઓમાં પર્યાવરણ, સ્વચ્છતા અને પાણીના મૂલ્ય વિશે જાગૃતિ આવે અને તેમના થકી પરિવાર અને આડોસ પડોસમાં રહેતા લોકોમાં સ્વચ્છતા, પર્યાવરણ અને પાણીનો બગાડ ન કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે તે ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
બાલાસિનોરની કસ્તુરબા બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ વૃક્ષારોપણ કર્યું - Narendra modi
મહીસાગરઃ બાલાસિનોરમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ સ્વચ્છતા, પાણી બચાવો અને પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા. સાથે જ આ વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર ગાંધીનગર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ટાઈપ ચારની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ સ્વચ્છતા,પાણી બચાવો અને વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા. સાથે જ સમાજ સેવા સંસ્થા લાયન્સ ક્લબ બાલાસિનોર સાથે મળીને હોસ્ટેલના મેદાનમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતું. સરકારી હોમીયોપેથીક દવાખાનું ઠાસરા બાલાસિનોર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આપવામાં આવેલ 400 રોપાનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.