મહિસાગરમાં ધર્મોલ્લાસ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા પંડાલોમાં ભગવાન ગણેશનું ભાવભેર વાજતે ગાજતે શોભાયાત્રા સાથે સ્થાપન કરવામાં આવ્યું છે. સ્થાપન પ્રસંગે મોટી સંખ્યામાંભાવિકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.
મહિસાગરમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ ,વિઘ્નહર્તાની ભાવભેર સ્થાપના - ganesh festival
મહિસાગર: જિલ્લામાં ગણેશ મહોત્સવને લઇને તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે આયોજીત ગણપતિ મહોત્સવમાં ઘણા સ્થળો પર ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ગામે ગામ પંડાલોમાં ભગવાન ગણેશજીની સ્થાપના વિધિ દરમિયાન ભાવિકો પુજન, અર્ચન અને મહાઆરતીથી પંડાલો ધમધમશે.
મહિસાગર જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, વિરપુર, અને ખાનપુર-કડાણા તેમજ નાના મોટા ગામે ગામગણેશ મહોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ઘણા દિવસોથી મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી. ભાવિકો પણ આતુરતા પૂર્વક ગણેશ ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ભગવાન ગણેશનું વાજતે ગાજતે આગમન થયું હતું. ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રારંભથી જ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિસ્તારોમાં પંડાલો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન વિધિકરવામાં આવી હતી. જિલ્લામાં અંદાજિત 1500 જેટલી નાનીમોટી પ્રતિમાઓ, ઉપરાંત અનેક પરિવારોએ પોતાના ઘરે પણવિઘ્નહર્તાનું સ્થાપન કર્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું ભાવભેર પૂજન અર્ચન તેમજ મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે