મહીસાગર : આ પ્રસંગે પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઇએ સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવતાં તમામ સિનિયર સિટીઝન્સને માવતર સમાન ગણાવ્યા હતા અને તેથી યાત્રાનું નામ માવતરયાત્રા આપ્યું હોવાનું જણાવ્યુ હતું. આ યાત્રા માટેની લક્ઝરી બસને લૂણેશ્વર ચોકી ખાતેથી વિદાય થઈ હતી. યાત્રામાં રહેવા, જમવા સાથેની બે દિવસની આ નિ:શુલ્ક યાત્રાના આયોજનને સિનિયર સિટીઝન્સે વધાવી મહીસાગર પોલીસના આ ઉમદા કાર્યને બિરદાવ્યુ હતું.
મહીસાગર પોલીસ દ્વારા સિનિયર સીટીઝન્સ માટે નિ:શુલ્ક માવતર યાત્રાનું પ્રસ્થાન - સિનિયર સીટીઝન્સ
જિલ્લા પોલીસ દ્વારા આયોજીત સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રા માટે એકત્ર થયેલા 60 જેટલા સિનિયર સીટીઝન્સે આજે બુધવારે સુપ્રસિધ્ધ લૂણેશ્વર મહાદેવ ખાતે પૂજા અર્ચના કરી ભક્તિસંગીતથી શ્રદ્ધાસભર માહોલમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું.
પોલીસ દ્વારા સિનિયર સીટીઝન્સ માટે નિ:શુલ્ક માવતર યાત્રાનું પ્રસ્થાન
આ તકે જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સીટીઝન્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર મુલાકાતની માવતર યાત્રાને લૂણેશ્વર ચોકી ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઇ, નરેશ દેસાઇ સાથે અગ્રણી મહાનુભાવો, ડીવાયએસપી, પોલીસ અધિકારીઓ, જવાનોની ઉપસ્થિતિ સુખદ યાત્રાની શુભકામનાઓ સાથે લક્ઝરી બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર બે દિવસની રહેવા, જમવા સાથેની આ નિ:શુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.