સામાન્ય રીતે કોઈ રાજકીય પાર્ટી કે સામાજિક સંસ્થા અથવા કોઈ એજન્સી નાના મોટા પ્રવાસનું આયોજન કરે તો તેમાં તેમનો લાભ અને સ્વાર્થ હોય છે. પરંતુ, મહીસાગર જિલ્લામાં એક પટેલ પરિવાર એવો છે કે પોતાના પિતાની પુણ્ય તિથિ પર કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર વિધવા અને ત્યકતા બહેનોને નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવી પૂણ્ય મેળવ્યુ હતુ.
વિધવા અને ત્યકતા બહેનોને 15 દિવસ સુધી નિઃશુલ્ક યાત્રા કરાવી
મહીસાગર: કોઈપણ રાજકીય પાર્ટી, એજન્સી અથવા સંસ્થા નાના મોટા પ્રવાસનું આયોજન કરતા હોય છે અને તેમાં પણ તેમનો સ્વાર્થ અથવા કંઈક ને કંઈક લાભ રહેતો જ હોય છે, પરંતુ કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે વિધવા અને ત્યકતા બહેનોને તીર્થ યાત્રા કોઈ કરવતું હોય અને તે પણ 82 બહેનોને 15 દિવસની નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવી હોય. તો આવો જોઈએ તેનો સમગ્ર અહેવાલ.
સ્પોટ ફોટો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ખૂટેલાવ ગામના કાંતિભાઈ રેવાભાઈ પટેલનો પરિવારે, કાંતિભાઈ પટેલ પોતાના સ્વર્ગીય પિતા હરીદાસ પટેલની પુણ્ય તિથિ પર 82 વિધવા અને ત્યકતા બહેનોને 15 દિવસ સુધી નિઃશુલ્કતીર્થ યાત્રા કરાવી પુણ્ય મેળવાનું કામ કર્યું છે. આ અગાઉ પણ કાંતિભાઈ પટેલ દ્વારા 70 વિધવા અને ત્યકતા બહેનોને તીર્થ યાત્રા કરાવી હતી.