આગાઉ પણ કેયુર ઉપાધ્યાય પર લુણાવાડા ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં અનેક વખત ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લાની ફતેપુરા કોલેજનો સંસ્કૃતનો પ્રોફેસર ચિક્કાર પીધેલી હાલતમાં જાહેરમાં બકવાસ કરતો હતો કે "હું જશવંતસિંહ ભાભોરની કોલેજમાં નોકરી કરૂં છું, કોઈ મારૂં કંઈ જ બગાડી નહી શકે" તે પ્રકારની વાતો પોલીસ સ્ટેશનમાં કરતો હતો. આ કેયૂર ઉપાધ્યાયના પિતા ડૉ.બંસીધર ઉપાધ્યાય અગાઉ યોગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચુક્યા છે.
શિક્ષણનું અધુરૂં સિંચન, પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્રએ જ શિક્ષણ જગતને કર્યું કલંકિત - Vice chancellor
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડામાં એક પ્રોફેસર નશાની હાલતમાં ઝડપાયો છે. લુણાવાડામાં રહેતો ડોક્ટર કેયૂર ઉપાધ્યાય નામનો પ્રોફેસર, જે દારૂ પીધેલી હાલતમાં લુણાવાડા ટાઉન પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસની તપાસમાં કેયુર ઉપાધ્યાય નામનો આ શખ્સ દાહોદ જિલ્લાની ફતેપુરા કોલેજનો સંસ્કૃતનો પ્રોફેસર હોવાનું જાણવા મળ્યું છે.
સ્પોટ ફોટો
ડો. બંસીધર ઉપાધ્યાય ખુબ જ મોભો ધરાવનાર વ્યકિત છે. શૈક્ષણિક સંસ્થા સાથે આ વ્યક્તિ અને તેનો પરિવાર સંકડાયેલો હોવાની જાણવા મળેલ છે. શુશિક્ષિત સમાજની અંદર આ પ્રકારની પ્રવૃતિઓ થાય છે તો બીજી તરફ રાજ્યના DGP એ પ્રોહીબિશન એક્ટિવિટીને નાથવા માટેના ભરપૂર પ્રયાસો કર્યા છે ત્યારે આવા પ્રોફેસર દારૂ પીને રખડતા નજરે ચઢે છે જે શિક્ષણ જગત માટે કલંકિત છે. હાલ પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસ હાથ ધરી છે.