જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે ચૂંટણી અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, 122 લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે. જેમાં જાહેરનામું પ્રસિધ્ધ 23 સપ્ટેમ્બર 2019, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2019 છે. ફોર્મ ચકાસણીની તારીખ 1 ઓક્ટોબર 2019, ફોર્મ પરત ખેંચવાની તારીખ 3 ઓક્ટોબર 2019 છે. તો મતદાનની તારીખ 21 ઓક્ટોબર 2019 તથા મતગણતરી 24 ઓક્ટોબર 2019 છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 27 ઓક્ટોબર 2019 છે.
લુણાવાડાના કુલ 357 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. આ તમામ બુથો પર Assure minimum facilityની ખાતરી કરવામાં આવી છે. જેમાં કુલ મતદારોની સંખ્યા 2,69,107 છે. જે પૈકી પુરૂષ મતદારો 1,38,020 છે અને સ્ત્રી મતદારોની સંખ્યા 1,31,087 છે. PWD મતદાતા 650 અને VIP મતદાતા 266 છે. આ તમામ PWD voters માટે પણ જરૂરી સુવિધાઓ બુથ ખાતે પૂરી પાડવામાં આવશે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે તથા ચૂંટણી ખર્ચ દેખરેખ માટે તથા અન્ય ચૂંટણી કામગીરી માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ માટે FST,SST ટીમની રચના કરવામાં આવી છે. 4-FST, 4-SST, 5-VST, 1-VST,ટીમ તથા એક એકાઉન્ટીંગ ટીમની રચના કરવામાં આવી છે.