લુણાવાડા :કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત પોતાની ફરજો અદાકરી રહ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદારના માર્ગદર્શન હેઠળ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ અર્બન હેલ્થ સેન્ટર, લુણાવાડાની મેડીકલ ટીમ તેમજ RBSK ની ટીમ 444 અને 446 દ્વારા લુણાવાડા નગરના ગણેશ સોસાયટી, છપાઇયા ધામ, કોટેજ ચોકડી અને લુણેશ્વર એપાર્ટમેન્ટના રહીશો તથા વિસ્તારના દુકાનદારોના ટીમ અને લેબ ટેકનિશિયન દ્વારા 112 રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.