આ કાર્યક્રમોમાં દિવ્યાંગ મતદારો અને ITIના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. જિલ્લામાં મતદારોને મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો. તાજેતરમાં અબુધાબી ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિક વોલીબોલમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર કડાણા તાલુકાના નાના મીરાપુર ગામની સોમી ડામોરને ડિસ્ટ્રિક્ટ આઈકોન તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમવાર મતદાન કરીને લોકશાહી પર્વ ચૂંટણીમાં યોગદાન આપીને પ્રેરિત કરનાર ડિસ્ટ્રિક્ટ આઈકોન સોમી ડામોરે મતદાન જાગૃતિની ઝુંબેશની શરૂઆત કરાવી હતી.
મહીસાગરમાં દિવ્યાંગ મતદારોએ મતદાન કરવાનો કર્યો સંકલ્પ
મહીસાગર: આગામી 23 એપ્રિલના લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થઈ શકે તે માટે SVEEP કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહીસાગરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો ચૂંટણી અધિકારી આર.બા.બારડના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યાં છે. લોકશાહીના મહાતહેવાર એવા ચૂંટણીપર્વમાં મતદારો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી મહીસાગરના મોટા સોનેલા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સ્પોટ ફોટો
આ ઉપરાંત EVM અને VVPET અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 1472 જેટલા દિવ્યાંગ મતદારોની મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતદાન કરવા અંગેની સુવિધાઓ જરૂરિયાત અંગેની માહિતી આપીને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા સંકલ્પ પત્ર લેવામાં આવ્યા હતા.