લુણાવાડા: મહીસાગર એસપી કચેરી સામે રહેતા 62 થી વધુ ગરીબ પરિવારોને અનાજ સહિતની ચીજ વસ્તુઓ આપી મદદ કરવામાં આવી છે.
મહીસાગરમાં પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુની કીટનું વિતરણ
હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસની મહામારી સહન કરી રહ્યો છે, ત્યારે આ સંકટ વચ્ચે મહીસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા જરૂરિયાતમંદોને જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કર્યું હતું.
લૉકડાઉનની સ્થિતિમાં ખાસ કરીને નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે પોલીસ પ્રજાની સાથેનું સૂત્ર સાર્થક કરતા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ પ્રત્યેક કીટમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ તેલ, મરી, મસાલા સહિતની સામગ્રી જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવી હતી. આ અગાઉ પણ જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરિયાતમંદ માણસોને મદદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોરોના સામે લડાઇમાં આ પહેલા પણ ઉષા રાડા દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમાજના લોકોને મદદ કરાઇ હતી.