- ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની 2 દિવસીય તાલીમ કાર્યક્રમ
- DDO નેહાકુમારીના હસ્તે ખુલ્લો મુકાયો
- કુદરતી આફતોનો કેવી રીતે સામનો કરવો તે અંગેની જાણકારી આપવામાં આવી
મહીસાગર : ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (GSDMA) ગાંધીનગર, મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી તથા જિલ્લા પંચાયત મહીસાગર અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંયુકત ઉપક્રમે મહીસાગર જિલ્લાના વિવિધ વિભાગ જેવા કે, પંચાયતી રાજ, શિક્ષણ, શહેરી અને ગ્રામ વિકાસ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની 2 દિવસની અલગ-અલગ વિભાગના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શરૂ થતા તાલીમ કાર્યક્રમનો સવારે 10:30 કલાકે જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના વરદ હસ્તે દિપ પ્રાગટયકરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અધિકારીઓ/કર્મચારીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
- શાળાઓમાં આપત્તિ અંગેની સલામતીના પાઠ શીખવવામાં આવશે
તાલીમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત પ્રથમ દિવસની તાલીમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓને આપત્તિ વ્યવસ્થાપનમાં રાખવાની તકેદારી અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં શાળાઓમાં આપત્તિ અંગેની સલામતીના પાઠ શીખવવામાં આવશે.
- જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ આપી જાણકારી