ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લાના બાલાસિનોર વિશ્રામગૃહ ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના દિવ્યાંગોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ ખાતાની ઉપસ્થિત અરજદારો અને લાભાર્થીઓને તેની જાણકારી આપવામાં આવી હતી.
મહિસાગરમાં દિવ્યાંગોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ
મહિસાગર: બાલાસિનોર ખાતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાલાસિનોરના વિશ્રામ ગૃહ ખાતે દિવ્યાંગોને એકઠા કરી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સરકારની યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. જેમાં બસ પાસ, લગ્ન સહાય સહાય કે જે દિવ્યાંગોને ઉપયોગી થાય તેની માહિતી જિલ્લાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
મહીસાગરમાં દિવ્યાંગોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ
ઉપરાંત દિવ્યાંગ ભાઈ-બહેનોને પોતાનો ધંધો રોજગારી મેળવવી હોય તેના માટે બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, જેમાં સરકાર દ્વારા વિનામૂલ્યે સાધન સહાય તેમજ સરકારની અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત કારીગરો માટે પોતાના ધંધાની હસ્તકળાની નોંધણી કરાવીને ઇન્ડેક્સી દ્વારા યોજાતા વેચાણનું નિદર્શન-પ્રદર્શન તેમાં પોતાનો માલ વેચી શકે અને રોજગારી પ્રાપ્ત કરી શકે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.