ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના કડાણા ડેમમાં જળ સ્તરમાં ઘટાડો નોંધાતા રાજ્યના નવ જીલ્લાઓને થઈ શકે છે પાણીની સમસ્યા

હાલ વર્ષા ઋતુમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં શ્રીકાર મેઘમહેર થઈ રહી છે અને નદી નાળા છલકાઇ રહ્યા છે અને ગુજરાતના મહત્વના ડેમોમાં જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા કડાણા ડેમના ઉપરવાસમાં અને જિલ્લામાં ઓછા વરસાદથી કડાણા ડેમની સપાટીમાં વધારો નથી થઈ રહ્યો. ડેમમાં હાલ 32.17 ફૂટ પાણીનો જથ્થો છે. જો આ ચાલુ સીઝનમાં ડેમ નહીં ભરાય તો આવનારા દિવસોમાં 9 જિલ્લાના લોકો અને ખેડૂતો માથે ભયંકર જળસંકટની કટોકટી સર્જાઈ શકે છે.

water crisis
મહિસાગર કડાણા ડેમ

By

Published : Aug 17, 2020, 5:41 PM IST

મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદને કારણે પાણીની આવક નહિવત છે. ડેમમાં પાણીની આવક ૩૦૦૦ ક્યુસેક છે ઉપરવાસમાં તેમજ મહીસાગર જિલ્લામાં વરસાદ ઓછો હોવાથી જળ સ્તરમાં ઘટાડો નોંધાયો છે. આજના દિવસે ડેમ ફ્લડ રુલ લેવલ સપાટી 419 ફૂટ જેટલો ભરેલો હોવો જોઈએ જેના બદલે કડાણાડેમની હાલની સપાટી 382.2 ફૂટ છે એટલે કે, ડેમ 36.8 ફૂટ જેટલો ખાલી છે.

મહીસાગરના કડાણા ડેમમાં જળ સ્તરમાં ઘટાડો

ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસામાં આ સમયે ડેમ ફ્લડ રુલ લેવલની નજીક પહોંચતા ડેમમાંથી 3 લાખ ક્યુસેકથી વધારે પાણી મહીમાં છોડવામાં આવ્યું હતું અને સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન 5 વાર ડેમ ફરી ભરી શકાય તેટલું પાણી મહીનદીમાં છોડવામાં આવ્યું હતું જ્યારે હાલ ડેમની જળ સપાટી ફક્ત 382.2 ફૂટ અને જળ સંગ્રહ 32.17 ટકા છે. જો આગામી સમયમાં ઉપરવાસમાં તેમજ જિલ્લામાં વરસાદ સારો નહીં થાય અને ડેમ નહીં ભરાય તો મહીસાગર જીલ્લા તેમજ ગુજરાત રાજ્યના નવ જીલ્લાઓને પીવાના પાણીથી લઈને સિંચાઇનું પાણી નહીં મળી રહે અને મોટા જળસંકટની કટોકટી સર્જાશે.

ABOUT THE AUTHOR

...view details