ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલમાં માસ્ક અને સેનિટાઈઝર સિવાય કોરોનાનો કોઈ ઉપાય નથીઃ મહિસાગર કલેક્ટર - માસ્ક

સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાનો સામનો કરી રહ્યું છે તેવામાં આપણે કોરોનાની પરિસ્થિતિથી ડરવાનું નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન શોધાય ત્યાં સુધી આપણા માસ્કને જ વેક્સીન ગણવી. આ શબ્દો છે મહિસાગર કલેક્ટરના. જેમણે લોકોને કોરોના સામે લડવા માટે હિંમત આપી અને લોકોને પોતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.

હાલમાં માસ્ક અને સેનિટાઈઝર વાપરવા સિવાય કોઈ ઉપાય નથીઃ મહિસાગર કલેક્ટર
હાલમાં માસ્ક અને સેનિટાઈઝર વાપરવા સિવાય કોઈ ઉપાય નથીઃ મહિસાગર કલેક્ટર

By

Published : Oct 12, 2020, 7:46 PM IST

લુણાવાડાઃ વિશ્વમાં તમામ લોકો કોરોનાનો સામનો કરી રહ્યા છે. આપણે આપણા ભવિષ્ય માટે આજે જેટલી ચિંતા કરીશું તેટલું જ આપના બાળકો પરિવારજનો માટે સારું છે. મહિસાગર જિલ્લા કલેક્ટર આર. બી. બારડે જિલ્લાના નાગરિકોને માસ્ક ફરજિયાત રીતે પહેરવા માટે કહ્યું હતું. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા કહ્યું હતું. આ સાથે લોકોએ પોતાના હાથને વારંવાર સાબુ અને સેનિટાઈઝરથી સાફ રાખવા અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અંગે અપીલ કરી હતી.

આમ, છતાં પણ કોઈ વ્યક્તિને જ્યારે પણ કોરોનાના લક્ષણો જણાય તો તરત જ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા સિવાય ટેસ્ટ કરાવવો જોઈએ. ટેસ્ટ કરવામાં જરા પણ અચકાવું નહીં. આપણે જો કોરોના પોઝિટિવ હોઈશું અને જો ટેસ્ટ નહીં કરાવીએ તો, આપણી આ એક ભૂલથી આપણે આપણા પરિવારજનો કે અન્ય વ્યક્તિઓ આપણાથી સંક્રમિત બનશે. આથી જ આપણે સૌએ જરૂર પડ્યે તરત જ કોરોના ટેસ્ટ કરાવી ભારત વર્ષના એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવીએ એ આજના સમયની માગ છે.

ABOUT THE AUTHOR

...view details