- જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના કુલ 1,830 પોઝિટિવ કેસ
- કુલ 97,301 વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ નેગેટિવ
- જિલ્લામાં કોરોના પોઝિટીવ 83 દર્દીઓની હાલત સ્થિર
- અત્યાર સુધીમાં કુલ 1,699 દર્દીઓ સ્વસ્થ થયાં
મહીસાગરઃ ચાર દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે. છેલ્લાં પાંચ પહેલા દિવસના 20થી 25 કેસ નોંધાતા હતા. તેની જગ્યાએ હવે દિવસ દરમિયાન 5 કેસ એવરેજ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં રવિવારે કોરોના 5 નવા કેસ નોંધાયા છે. રવિવારે વધુ 10 દર્દીઓ સ્વસ્થ થતા. આ સાથે કુલ 1,699 દર્દી સાજા થયા છે, જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 88 દર્દીઓ સારવાર હેઠળ છે.