ગુજરાત

gujarat

By

Published : May 20, 2020, 7:54 PM IST

ETV Bharat / state

બાલાસિનોરથી જિલ્લા અને તાલુકા મથકને જોડતી ST બસ સેવાનો પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં બસ સેવાનો પ્રારંભ કરવા જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથકને જોડતી બસ સેવા શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બાલાસિનોરથી જિલ્લા અને તાલુકા મથકને જોડતી ST બસ સેવાનો પ્રારંભ
બાલાસિનોરથી જિલ્લા અને તાલુકા મથકને જોડતી ST બસ સેવાનો પ્રારંભ

મહીસાગરઃ રાજ્ય સરકારે ગુજરાતમાં બસ સેવાનો પ્રારંભ કરવાની જાહેરાત કરતા જ નડિયાદ ડિવિઝનના બાલાસિનોર ST ડેપો દ્વારા પણ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથકને જોડતી બસ સેવા પ્રારંભ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

બાલાસિનોરથી જિલ્લા અને તાલુકા મથકને જોડતી ST બસ સેવાનો પ્રારંભ
ડેપો મેનેજર કે. કે.પરમારે આપેલા માહિતી પ્રમાણે રાજ્ય સરકાર અને ડિવિઝનલ કચેરી તરફથી મળેલી સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ બાલાસિનોર ST ડેપોથી મહીસાગર જિલ્લાના જિલ્લા મથક લુણાવાડા તેમજ તાલુકા મથક વીરપુરની STબસો શરૂ કરવામાં આવશે.

આ બસો સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે સાંજના 6 સુધી ચાલશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક ST બસોને સનેટરાઈઝ કરવામાં આવી છે. તેમજ દરેક ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફને માસ્ક અને સેનેટરાઇઝની બોટલ આપવામાં આવી છે.

બસમાં બેસતા દરેક મુસાફરનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરવામાં આવશે. તેમજ સેનેટરાઈજથી હાથ સ્વચ્છ કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ST બસો દોડાવવામાં આવશે. દરેક બસમાં માત્ર 30 પેસેન્જર બેસાડવામાં આવશે.

બાલાસિનોર મહિસાગર જિલ્લામાં આવેલું હોવાથી જિલ્લા મથક લુણાવાડાની વાયા વરધરી તેમજ તાલુકા
મથક વીરપુરના બે રૂટની બસો શરૂ કરવામાં આવશે. જેમાં વીરપુર વાયા કડાછલા અને વીરપુર વાયા પરબિયાની
બસો શરૂ કરવામાં આવશે.

લગભગ બે માસ બાદ શરૂ થતી બસ સેવાઓનો પેસેન્જરો માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી ઉપયોગ કરે તે હાલના તબક્કે જરૂરી છે. આ પ્રારંભિક તબક્કા બાદ વધુ બસો પણ શરૂ થવાની સંભવના છે.

ABOUT THE AUTHOR

...view details