ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

31 ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસતરીકે ઉજવવામાં આવે છે. એકતા દિવસ નિમિત્તે દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા આંતરિક સુરક્ષામાં સ્વયોગદાન આપવાની શપથ લેવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લા-તાલુકાની કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

Mahisag
Mahisag

By

Published : Oct 29, 2020, 5:28 PM IST

  • લુણાવાડા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમીતે શપથ લેવામાં આવ્યા
  • જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરીકોએ શપથ ગ્રહણ કર્યા
  • રાષ્ટ્રીય એકતાને સુદ્દઢ બનાવવા પ્રતિબધ્ધાતા વ્યકત કરી

લુણાવાડાઃ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરીકોએ શપથ ગ્રહણ કર્યા હતા. વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનના શપથ ગ્રહણ કરી રાષ્ટ્રીય એકતાને સુદ્દઢ બનાવવા પ્રતિબધ્ધાતાં વ્યકત કરી હતી.

કલેકટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા

આ કાર્યક્રમાં જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા-તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

શપથ...

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારાં દેશવાસીઓમાં પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું.

સમગ્ર જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કમર્ચારીઓ સહિત નાગરિકોએ શપથ ગ્રહણ કરી રાષ્ટ્રીય એકતાને સુદ્દઢ બનાવવા પ્રતિબધ્ધાતા વ્યકત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details