- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શ્રમ અને રોજગારની વિવિધ યોજનાઓનું ઈ-લોકાર્પણ
- મહીસાગરમાં “ કોલ સેન્ટર ”શરૂઆત તેમ જ વર્ચ્યુઅલ ભરતીમેળાનો ઇ-શુભારંભ
- રોજગારવાંચ્છુઓ કોઇપણ સ્થળેથી રોજગાર માહિતી મેળવી શકશે
લુણાવાડાઃ આ કાર્યક્રમ મહીસાગર જિલ્લામાં પણ મંગળવારે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર આર.બી.બારડની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાઓનું ઈ-લોકાર્પણ તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારોને પર્યાપ્ત રોજગારીના અવસર મળી રહે તે માટે વર્ચ્યુઅલ/ઓનલાઇન ભરતીમેળાઓનું આયોજન માટે ઇ-શુભારંભ કાર્યક્રમ તેમજ રોજગારવાંચ્છુઓ કોઇપણ સ્થળેથી રોજગાર કચેરીઓનો ટેલીફોનીક સંપર્ક કરીને અભ્યાસલક્ષી તથા કારકિર્દીલક્ષી સચોટ અધતન માર્ગદર્શન મેળવી શકે તે હેતુસર રાજ્યના તમામ જિલ્લાની રોજગાર વિનીમય કચેરીઓ ખાતે “ કોલ સેન્ટર ”
શરૂઆત તેમજ વર્ચ્યુઅલ ભરતીમેળા પખવાડિયાનો ઇ-શુભારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આજરોજ કરવામાં આવ્યો હતો.