- બાળ સુરક્ષા એકમ દ્વારા “ઈન્ટરનેશનલ એડોપ્શન માસ” ની વેબિનાર દ્વારા ઉજવણી
- વેબિનારમાં BRC ને દત્તક પ્રક્રિયા તથા બાળકોના કાયદા અને યોજનાઓની માહિતી અપાઇ
- ICDS તાલુકા પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા માહિતી અપાઈ
મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા “ઈન્ટરનેશનલ એડોપ્શન માસ” ની વેબિનાર દ્વારા ઉજવણી કરાઈ
નવેમ્બર માસને ઈન્ટરનેશનલ એડોપ્શન માસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને મહીસાગર જિલ્લા બાળસુરક્ષા ટીમ દ્વારા કોવિડ-19 ની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી સરકારના નિયમોનું પાલન કરી ICDS તાલુકા પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા તમામ BRCને દત્તક પ્રક્રિયા તથા બાળકોના કાયદા અને યોજનાઓની વેબિનાર દ્વારા માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી.
મહીસાગર : નવેમ્બર માસને ઈન્ટરનેશનલ એડોપ્શન માસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને મહીસાગર જિલ્લા બાળસુરક્ષા ટીમ દ્વારા કોવિડ-19 ની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી સરકારના નિયમોનું પાલન કરી ICDS તાલુકા પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા તમામ BRCને દત્તક પ્રક્રિયા તથા બાળકોના કાયદા અને યોજનાઓની વેબિનાર દ્વારા માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી.
સરપંચ અને તલાટી કમ મંત્રીને દત્તક કાયદાની તથા તેની ઓનલાઈન પ્રક્રિયા દ્વારા માહિતી
વેબિનારના માધ્યમથી તમામ છ તાલુકાની ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સરપંચ અને તલાટી કમ મંત્રીને દત્તક કાયદાની તથા તેની ઓનલાઈન પ્રક્રિયાની અને તેમાં જોઈતા પુરાવા અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. ત્યારબાદ બાળકોના કાયદા જેવા કે, કિશોર ન્યાય અધિનિયમ 2015, જાતિય સતામણી વિરુધ્ધ રક્ષણ આપતો કાયદો -2012, બાળ લગ્ન કાયદો -2006, બાળ મજૂરી કાયદો તથા ફરજીયાત શિક્ષણનો કાયદો અને બાળકોના હિત અર્થ ચાલતી યોજનાઓ જેવી કે, પાલક માતા - પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, ફોસ્ટર કેર યોજના, શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ જેવી યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
યુવાનોએ બાળકોના કાયદા અને યોજનાઓ વિશે માહિતી મેળવી
આ એડોપ્શન માસની ઉજવણીના ભાગ રૂપે ફેસબુક લાઈવ સેમિનારનું આયોજન રોજગાર કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સહિયારા પ્રયત્નોથી યોજવામાં આવ્યો હતો. જેમાં પણ ઘણા યુવાનો જોડાયા અને બાળકોના કાયદા અને યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. આ સમગ્ર ઉજવણીનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.