ગુજરાત

gujarat

ETV Bharat / state

કડાણા ડેમમાં નદીનાથ મહાદેવની ગુફા ખૂલતાં દર્શન શરૂ થયાં, ભક્તો દર્શન માટે ઉમટ્યા - Kadana Dam

મહીસાગરના કડાણા ડેમમાં 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવની ગુફા ખૂલતાં દર્શન શરૂ થયાં છે. ડુંગર વચ્ચે આવેલી ગુફામાં નાવડીઓ લઈને શિવ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. 20 વર્ષ બાદ ગયા વર્ષે આ મંદિર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું અને આ વર્ષે ફરીથી મહાદેવના દર્શન થયાં છે. કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતા પાણીની અંદર ગુફામાં આવેલું મંદિર ખુલ્લુ થયું છે. આ મંદિર વર્ષો પુરાણું છે. કડાણા ડેમ બંધાવાથી આ મંદિર ડૂબાણમાં ગયું છે. હાલ જળ સપાટી નીચે જતાં નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થયાં છે. દ્વાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદ વિભોર બન્યા હતા.

Cave of Nadinath Mahadev
Cave of Nadinath Mahadev

By

Published : Jul 24, 2021, 6:46 PM IST

  • કડાણા ડેમમાં નદીનાથ મહાદેવની ગુફા ખૂલતાં દર્શન શરૂ થયાં
  • દ્વાર ખુલતાં નાવડીઓ સાથે દર્શનઘેલા દર્શન માટે ઉમટ્યા
  • ડેમમાં પાણીનું સ્તર ઘટતાં ગુફામાં આવેલું મંદિર ખુલ્યું

મહીસાગર: જિલ્લાના કડાણા ડેમ (Dam) ની વચ્ચોવચ ડુંગરની ગુફા (cave) માં આવેલા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતાં દર્શન ઘેલા ભક્તો આનંદ વિભોર બન્યા હતા. કડાણા ડેમ (Dam) ની વચ્ચે આવેલા ડુંગરની ગુફા (cave) માં ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે. જે ડેમના નિર્માણ દરમિયાન ડુંબાણમાં ગયું હતું. લોકવાયકા મુજબ કડાણા ડેમ (Dam) ના નિર્માણ પહેલા અહીંયા મહિપુનમ ભાદરવી પૂનમે મેળો (fair) ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિરનું મંદિર ડૂબી ગયું હતું. વર્ષો બાદ કડાણા ડેમમાં પાણીની સપાટી મૃત પાયે થતાં 850 વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એકવાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. જ્યારે આ ગુફા મંદિરની ડોક્યુમેન્ટરી ફિલ્મ (Documentary film) માહિતી ખાતામાં ઉપલબ્દ્ધ છે.

કડાણા ડેમમાં નદીનાથ મહાદેવની ગુફા ખૂલતાં દર્શન શરૂ થયાં

આ પણ વાંચો: મહીસાગર: કડાણાના કડાણા રાઠડા-ચાંદરી બેટ ગામમાં રસીકરણ જાગૃતતા અભિયાન યોજાયું

ડેમ નિર્માણ થતાં નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં રહ્યું છે

મહત્વનું છે કે, કડાણા ડેમ (Dam) બન્યાના આજે 50 વર્ષ ઉપર વર્ષો વીત્યા છે, ત્યારે આટલા વર્ષો દરમિયાન અનેક વખત મહિ નદી (Mahi river) એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યાં બાદ પણ ગુફામાં આવેલા શિવલિંગ એના એ જ સ્થાને બિરાજમાન હોય છે. જેના કારણે શ્રદ્ધાળુઓમાં ગુફામાં આવેલા શિવજીના મંદિર પ્રત્યે એક વિશેષ આસ્થા (faith) જોડાયેલી છે.

આ પણ વાંચો: મહીસાગર પરિક્રમા કરતા ફસાયેલા યાત્રાળુઓને સ્થાનિકોએ બચાવ્યા

ABOUT THE AUTHOR

...view details