ગુજરાત

gujarat

ETV Bharat / state

રહીરહીને જાગ્યાંઃ કડાણા ડેમના પાયામાં પડેલો ખાડો પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી - Water

રાજ્યમાં આગવું સ્થાન ધરાવતો અને મહીસાગર ઉપરાંત અન્ય આઠ જિલ્લાઓ માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી ગત ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવે છે. ડેમના મૂળમાં જ્યાં મહીસાગર નદીનો મુખ્ય પ્રવાહ છે ત્યાં પાયામાં ગઈ સાલ છોડવામાં આવેલા પાણીના પ્રવાહના કારણે 30 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો અને તે ખાડાનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે.

રહીરહીને જાગ્યાંઃ કડાણા ડેમના પાયામાં પડેલો ખાડો પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી
રહીરહીને જાગ્યાંઃ કડાણા ડેમના પાયામાં પડેલો ખાડો પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી

By

Published : Jun 27, 2020, 3:46 PM IST

લૂણાવાડા (મહીસાગર): ગુજરાત રાજ્યમાં ત્રીજા નંબરનો ડેમ એટલે કડાણા ડેમ. જે ડેમ થકી મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય 8 જિલ્લાઓ પીવા તેમજ સિંચાઈનું પાણી મેળવે છે. 8 જિલ્લાઓ માટે સિંચાઇ અને પીવાનું પાણી પૂરું પાડતાં આઠ જિલ્લાઓ માટે જીવાદોરી સમાન કડાણા ડેમના મૂળમાં એટ્લે કે પાયામાં ગઈ સાલ છોડવામાં આવેલા લાખ્ખો ક્યૂસેક પાણીના પ્રવાહના કારણે ડેમના મૂળમાં જ્યાં મહીસાગર નદીનો મુખ્ય પ્રવાહ છે ત્યાં 30 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. હાલમાં આ ખાડાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

રહીરહીને જાગ્યાંઃ કડાણા ડેમના પાયામાં પડેલો ખાડો પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી

માથે ચોમાસુ આવી ઊભું છે ત્યારે રહીરહીને જાગેલા તંત્ર દ્વારા દેર આયે દુરસ્ત આયેની જેમ યુદ્ધના ધોરણે સમારકામનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. ખાડાને પૂરવાની જે કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે
તેમાં અત્યાર સુધીમાં 3000 થી 3500 ડમ્પર પથ્થરો, ગ્રેવલ અને મોટા રબર (મોટી કપચી) દ્વારા ખાડાનું પુરાણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ડેમના પાયામાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પડેલા ખાડામાં પાણીનો જથ્થો ખાલી કરવા માટે મશીનરી લગાવવામાં આવેલી છે તેમ જ ડેમના આગળના ભાગમાં મોટી માત્રમાં મશીનરી દ્વારા ડેમના પાયામાં પડેલા ખાડાને પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details