- મહીસાગરમાં થેલિસિમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
- કેમ્પ માટે કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે સમગ્ર વ્યવસ્થા કરાઈ
- રક્તદાતાઓ માટે માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
- એનેમિક સગર્ભા મહિલાઓને પણ રક્ત મળે તેવા ઉદ્દેશ સાથે કેમ્પ યોજાયો
લુણાવાડાઃ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમ જ થેલેસેમિયાના દર્દીઓને રક્ત મળી રહે તે માટે મહિસાગરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાય છે. આ રક્તદાન કેમ્પમાં 2092 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી કર્તવ્ય નિભાવ્યું હતું. મેથી નવેમ્બર સુધી જિલ્લામાં આવેલ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર તેમ જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા કે, લુણાવાડા, ખેડાપા, ખાનપુર, સરસણ, ખારોલ, ઓથવાડ, મુનપુર, મલેકપુર-શામણા, ભાટપુર-વિરપુર, હાથીવન, થાણાસાવલી, જનોડ, ચાંપેલી-ઉંદરા, કુરેટા, કોયડેમ, ભંડારા,કીડિયા, બાર, ઉબેર, મોટા સોનેલા, સાલિયાબીડ, બાકોર, કેનપુર, નાની ભુગેડી બાલાસિનોર, મોટી કયાર, ચુંથાનામુવાડા, વેલના મુવાડા, ઉકરડી, મુડાવેડખ, જોરાપુરા, ઝાલાસાગ, વડાગામ, સંતરામપુર, કડાણા-1, મલેકપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.