ગુજરાત વિધાનસભા માટે છ બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મતદારો ઉમેદવારના ભાવી EVMમાં શીલ કરાશે.જેનો ફેંસલો 24 તારીખે આવશે.
લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કર્યું મતદાન - mahisager in peta chutni
મહીસાગરઃ ગુજરાત વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં લુણાવાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જે અંતર્ગત લુણાવાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારો પોતાના મતદાન ક્ષેત્ર વિરણીયા મતદાન મથક પર લોકો પોતાના વતન ગાંગટા ખાતે વિજયના વિશ્વાસ સાથે મતદાન કર્યું હતું.
લુણાવાડા વિધાનસભા બેઠક માટે 357 મતદાન મથક પર 2 લાખ 67 હઝાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાના મતાધિકારનો ઉપયોગ પોતાના મતક્ષેત્ર વિરણીયા મતદાન મથકે વિજયના વિશ્વાસ સાથે કર્યો હતો. તેમજ ભાજપના જીગ્નેશભાઈ સેવકે તેમના વતન ગાંગટા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો. લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં લુણાવાડા શહેરના ડો પોલન સ્કૂલમાં વિષેશ સખી મતદાન મથક પણ રાખવામાં આવ્યું છે. જ્યાં કર્મચારી તરીકે બહેનો છે. જે બહેનો દ્વારા મતદાન અંગેની તમામ કામગીરી કરવામાં આવી રહી છે.