રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ઉચ્ચત્તમ પગાર ધોરણ માટે CCC પરીક્ષા ઉર્તિર્ણ કર્યા બાદ મળવા પાત્ર લાભો આપવા, ઉચ્ચ પગાર ધોરણનું 4200 ગ્રેડ પે કરવા, શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ આપવા, તાલુકામાં વધ પડેલા શિક્ષકોનો સમાવેશ કરવા સહિતની પડતર માંગણીઓને સંદર્ભે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.
બાલાસિનોર પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદાર કચેરીએ ધરણાં યોજી આવેદન આપ્યું - teacher protest in gujarat
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ પરના શિક્ષકોએ શનિવારે પડતર માગણીઓના નિકાલ માટે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના તબક્કાવાર આંદોલન અંતર્ગત બાલાસિનોર તાલુકાકક્ષાએ ધરણા કાર્યક્રમમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોએ તાલુકા શિક્ષણ સંઘના નેજા હેઠળ મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું.
Balasinor Primary Teacher protest in balasinor
સરકાર દ્વારા આ બાબતે કોઈ પગલું નહીં ભરાતા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકામાં આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ આંદોલન મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિમેષભાઈ સેવક, જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને તાલુકા શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકોએ શનિવારે મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.