લુણાવાડા :કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સંતરામપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરાઇ - લુણાવાડાના સમાચાર
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર આરોગ્ય કર્મીઓ જિલ્લાના તમામ નાગરિકોના આરોગ્યની સારસંભાળ રાખવાની સાથે અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહ્યા છે.
જેના ભાગરૂપે તાજેતરમાં સંતરામપુર હેલ્થ કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અર્થે સ્ટેટ હોસ્પિટલના અધિક્ષક, ICDS, RBSK અને આરોગ્યના અધિકારીઓએ સંકલન બેઠકનું આયોજન કર્યું હતું.
આ બેઠકમાં ખાસ કરીને કોવિડ-19 અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સાથે કુપોષણમે અટકાવવા સંબંધી તેમજ વિવિધ આરોગ્ય લક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ
તમામને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી સૂચનો કરવામાં આવ્યા હતા.