જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા, ખાનપુર અને વિરપુર તાલુકાના 80 વર્ષથી વધુ વય ધરાવતા 12920 વયોવૃધ્ધોને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી. બારડ દ્વારા પત્રો લખીને લોકશાહી પ્રક્રિયામાં ભાગીદાર થવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં ઉંમર પ્રમાણે નોંધાયલા મતદારો સંખ્યા તરફ દ્રષ્ટિપાત કરીએ તો 18 થી 19 વયના 20811 મતદારોની સંખ્યા નોંધાયેલ છે. જ્યારે 20 થી 29 વયના 175599 મતદારોની સંખ્યા છે. 30 થી 39 વર્ષના 183109 મતદારો, 40 થી 49 વરસના 137313 મતદારો, 50 થી 59 વયના 110952 મતદારો, 60 થી 69 વરસના 73087 મતદારો, 70 થી 79 વરસના 37852 મતદારો અને 80 થી વધુ વયના 12920 મતદારો મળી કુલ 751643 મતદારો નોંધાયેલા છે.
80 વર્ષથી વધુ વયના મતદારોને પત્ર લખી મતદાન કરવા કરાઇ અપીલ - election
મહિસાગર: જિલ્લામાં લોકસભા ચૂંટણીનું વધુમાં વધુ અને મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન 23 મી એપ્રિલ 2019ને મંગળવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે. લોકસભા ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં નવા મતદારો, યુવાનો, મહીલાઓ, ખેડૂતો, વ્યવસાયદારો, તથા અન્ય રોજગાર કરતા મતદારોને પ્રોત્સાહિત કરી શકશે. વયોવૃધ્ધ મતદારોના ઉત્સાહથી પ્રેરાઇને અન્ય મતદારો પણ લોકતંત્રને મજબુત કરવા માટે ચોક્કસ પ્રેરાશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે ઉમેર્યું હતું કે 80 થી વધુ વયના તમામ મતદારોને બી.એલ.ઓ. મારફત મતદાન અવશ્ય કરવા અંગેનો વિનંતી પત્ર હાથો હાથ પહોચાડવામાં આવી રહ્યા છે. મતદાન વિનંતી પત્રમાં મતદારનું નામ જે મતદાન મથકે મતદાન કરવા જણાવ્યું કે તે સ્થળ તેમજ મતદાન સમયની જાણકારી આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો વડીલો તમે મતદાન કરશો તો યુવા અને અન્ય મતદારોને મતદાન કરવાની અચુક પ્રેરણા મળશે તેમ જણાવી મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.