મહીસાગર/આણંદઃ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીની નિયામક મંડળ-1ની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બાલાસિનોર મતવિસ્તાર વિભાગમાંથી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ રાજેશભાઈ પાઠકે શનિવારે આણંદ ખાતે મતદાન કરી જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમૂલ ડેરી ચૂંટણી: રાજેશ પાઠકે ભાજપ પેનલની જીત થશે તેવી આશા વ્યક્ત કરી - બાલાસિનોર મતવિસ્તાર
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીની નિયામક મંડળ-1ની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બાલાસિનોર મતવિસ્તાર વિભાગમાંથી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ રાજેશભાઈ પાઠકે શનિવારે આણંદ ખાતે મતદાન કરી જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમૂલ ડેરી ચૂંટણી : રાજેશભાઈ પાઠકે ભાજપ પેનલની જીત થશે તેવી આશા વ્યક્ત કરી
ભાજપની પેનલના નેતા રામસિંહ પરમાર અને ભાજપની પેનલના ઉપક્રમે રાજેશભાઈ પાઠક ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે તેમની દરખાસ્ત બાલાસિનોર વિસ્તારના આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન માનસિંહ ચૌહાણે મૂકી છે. તેમજ બાલાસિનોર વિસ્તારના આગેવાનોએ પણ તેમને ટેકો આપ્યો છે.
રાજેશભાઈ પાઠકે ઉમેદવાર તરીકે શનિવારે યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમજ અમૂલ ડેરીમાં ફરી એક વાર ભાજપનો ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી છે.