મહીસાગરઃ કોરોના મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત પોતાની ફરજ અદા કરી રહ્યા છે. આમ છતાં લોકો સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે. જેમાં મોટા ભાગના લોરો માસ્ક વિના ફરતા જોવા મળે છે. આવા માસ્ક વિના ફરતા લોકો પાસેથી લુણાવાડા મામલતદાર, પોલીસ સબ ઇનસ્પેકટર અને લુણાવાડા નગરપાલિકાએ સંયુકત કાર્યવાહી હાથ ધરીને શહેરમાં માસ્ક વગર ફરતી વ્યકતિઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરી 11,000 હજારનો દંડ વસૂલ્યો છે.
લુણાવાડામાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 11,000નો દંડ વસૂલ કરાયો
મહીસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લુણાવાડા મામલતદાર, પોલીસ સબ ઇનસ્પેકટર અને લુણાવાડા નગરપાલિકાએ સંયુકત કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 11,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
લુણાવાડામાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 11,000નો દંડ વસૂલ કરાયો
વહીવટી તંત્રએ આ સંયુકત કાર્યવાહી કરીને અન્ય નાગરિકોને માસ્ક પહેર્યા વિના નહીં નીકળવા અપીલ કરી હતી.