ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં તંત્ર દ્વારા રસીકરણની પ્રક્રિયા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો - mahisagar corona

કોવિડ -19 રસી ઉપલબ્ધ થવાની સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ વેક્સિનેશન માટે તૈયારીઓ આરંભવામાં આવી છે. જિલ્લામાં કોરોના રસીકરણ માટે જિલ્લા કલેકટરની સૂચના અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે.

મહીસાગરમાં તંત્ર દ્વારા રસીકરણની પ્રક્રિયા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
મહીસાગરમાં તંત્ર દ્વારા રસીકરણની પ્રક્રિયા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
author img

By

Published : Dec 12, 2020, 9:39 PM IST

  • મહીસાગરમાં વેક્સિનેશન માટે તૈયારીનો આરંભ
  • રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ
  • જિલ્લા કલેકટર આર.બી.બારડની આપી સૂચના

મહીસાગરઃ કોવિડ -19 રસી ઉપલબ્ધ થવાની સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં પણ વેક્સિનેશન માટે તૈયારીઓ આરંભવામાં આવી છે. જિલ્લામાં કોરોના રસીકરણ માટે જિલ્લા કલેકટર આર.બી.બારડની સૂચના અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે.

મહીસાગરમાં તંત્ર દ્વારા રસીકરણની પ્રક્રિયા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ

જે અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરમાં વસવાટ કરતા હોય તેવા 50 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા વ્યક્તિઓ કે જેમને બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, થેલેસેમિયા, થાઇરોડ જેવી બીમારી ધરાવતા વ્યક્તિઓ તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલા હોય તેવા વ્યક્તિઓનો ડેટા એકત્ર કરવા માટે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. જેથી આવા વ્યક્તિઓને અગ્રીમતાના ધોરણે રસી આપી કોરોના સામે રક્ષણ આપી શકાય.

મહીસાગરમાં તંત્ર દ્વારા રસીકરણની પ્રક્રિયા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

ABOUT THE AUTHOR

...view details