મહીસાગર: આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર. બી. બારડે ઉજવણીનું સરકારની ગાઇડલાઇન્સ અને કોવિડ-19ના એસઓપીના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે રીતે આયોજન કરવા સૂચવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં 15મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી
મહીસાગર જિલ્લામાં આગામી સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મુખ્ય મથક લુણાવાડામાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આર.બી.બારડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
મહીસાગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી
કલેક્ટરે કોરોના વોરિયર્સના સન્માન તથા ઉપસ્થિત રહેનાર દરેક લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેનું ધ્યાન રાખવા તેમજ જે તે વિભાગને જે કામગીરી સોંપવામાં આવી છે. તે કામગીરી સુપર ગાઇડલાઇન મુજબ કરવામાં આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી મોડિયા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.