ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરઃ સંતરામપુરમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી - Santrampur

દિવાળીના તહેવારો બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

સંતરામપુરમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી
સંતરામપુરમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

By

Published : Nov 24, 2020, 1:52 PM IST

  • કોરોના કેસમાં વધારો થતાં જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
  • દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો
  • સંતરામપુરમાં 50 બેડની તૈયાર કરવામાં આવી છે કોવિડ હોસ્પિટલ

મહીસાગરઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લામાં પણ કોરોનાના કેસમાં દિવસેને દિવસેને વધારો થતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક બન્યું છે. કોરોનાના વધતા કેસને લઈ જિલ્લાના સંતરામપુરમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

સંતરામપુરમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

ઓક્સિજન સહિત તમામ સુવિધાઓથી સજ્જ છે હોસ્પિટલ

જિલ્લાના સંતરામપુરમાં 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ઓક્સિજન સહિત તમામ વ્યવસ્થા સાથેની સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેથી જો કોરોનાના કેસ હજુ પણ વધે તો કોરોના દર્દીને સારી સારવાર આપી શકાય અને દર્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે જઈ શકે.

ABOUT THE AUTHOR

...view details