મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, કુલ પોઝિટિવ કેસનો આંક 94 થયો - 94 cases of covid-19 in the mahisagar , 2 deaths
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં વધુ 8 કેસો નોધાયા છે. સંતરામપુરમાં-4 કેસ, લુણાવાડામાં-1, કડાણામાં-2, અને ખાનપુરમાં-1 કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 94 પર પહોંચી છે. તો વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.
મહીસાગર
મહીસાગર : જિલ્લામાં કોરોનાના બે દિવસમાં નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં સંતરામપુરમાં-4, લુણાવાડામાં-1, કડાણામાં-2, અને ખાનપુરમાં-1 કેસ નોંધાયા છે. તેમજ કુલ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના (કોવિડ-19) ના 94 કેસ નોંધાયા છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસો આવ્યા છે, તે વિસ્તારમાં તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ કરવામાં આવી છે.