મહીસાગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ્ય થઇ રહ્યા છે. જિલ્લામાં આજે વધુ 9 કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. જિલ્લાના બાલાસિનોરમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી આજે શનિવારે વધુ 9 દર્દીઓ સ્વસ્થ થતા દર્દીઓને આજે શનિવારે રજા આપવામાં આવી હતી.
મહીસાગરમાં 9 કોરોનાના દર્દીઓ સ્વસ્થ્ય થતા રિકવરી રેટ 87 ટકાએ પહોંચ્યો - મહીસાગરમાં કોરોના કેસ
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ 09 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જિલ્લામાં કોરોના રિકવરી રેટ 87 ટકા સુધી પહોંચ્યો છે.
mahisagar
મહીસાગર જિલ્લામાં આજ સુધી 124 કોરોના પોઝિટિવ કેસના દર્દીઓ નોંધાયા છે અને જેમાંથી 108 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરતા જિલ્લાનો રિકવરી રેટ 87 ટકા પર પહોંચી ગયો છે.
જિલ્લામાં 16 કોરોના દર્દીઓ અત્યારે એક્ટીવ છે. તેમની હાલત સ્થિર છે. 16 કોરોના દર્દીઓ પૈકી 06 મહીસાગર જિલ્લાના બાલાસિનોરની કોવિડ -19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અન્ય 10 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યા છે.