ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત - લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર

મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં છપૈયાધામ સોસાયટીમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સતર્ક બન્યું છે. મહીસાગર જિલ્લા કલેકટર આર.બી. બારડે કન્ટેઇન્મેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લઈ આરોગ્ય વિભાગને જરૂરી સુચનો આપ્યા હતાં. આ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પણ દર્શનાર્થે આવતા હરિભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે.

લુણાવાડા
લુણાવાડા

By

Published : Jul 8, 2020, 9:34 AM IST

લુણાવાડામાં 5 કોરોના પોઝિટિવ નોંધાયા, તંત્ર એલર્ટ

જિલ્લા કલેકટર આર.બી. બારડે કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઘરે ઘરે ઉકાળાનું વિતરણ

મહીસાગર: જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. જિલ્લાના વડામથક લુણાવાડામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે તંત્ર ચિંતિત બન્યું છે. જ્યારે જિલ્લાના વડા મથક લુણાવાડામાં આવેલ છપૈયાધામ સોસાયટીમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સતર્ક બન્યું છે.

લુણાવાડામાં 5 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લા કલેકટરે લીધી મુલાકાત

મહીસાગર જિલ્લા કલેકટર આર.બી. બારડે કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લુણાવાડા પ્રાંત અધિકારી, લુણાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને જરૂરી સુચનો આપ્યા હતાં.

આ ઉપરાંત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન વિસ્તારમાં ઘરે ઘરે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે આ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પરિસરમાં કોઈ હરિભક્તે દર્શનાર્થે આવવું નહીં તેવું બેનર પણ મંદિર પર લગાવી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details