લુણાવાડા: મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં રવિવારે વધુ 5 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જો કે, અત્યાર સુધીમાં 250 કેસમાંથી 172 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
લુણાવાડામાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ સતર્ક - Balasinor news
મહીસાગર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ કોરોનાને નાથવા અનેક પગલાં લઈ રહ્યું છે. જિલ્લામાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિન-પ્રતિદિન કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં આજે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 250 પર પહોંચી છે.
મહીસાગર
હાલમાં કોરોનાના 64 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 10 દર્દીઓ ઓક્સિજન પર છે. અત્યાર સુધી જિલ્લામાં 6,382 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમજ 422 વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 2 વ્યક્તિના મોત થયાં છે.
આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 47 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર તેમજ 19 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.