ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ગરમીનો પારો 44 ડીગ્રી, જાણો સનસ્ટ્રોકથી બચવાના ઉપાયો - degrees

મહીસાગરઃ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત સહિત મહીસાગરમાં આકરી ગરમી પડતા જનજીવન પર માઠી અસર પડતા મુખ્ય માર્ગ અને બઝાર સુમસામ બન્યા છે. ઉનાળા તાપથી સનસ્ટ્રોકથી બચવા ગુજરાત તેમજ મહીસાગરની જાહેર જનતાએ કેટલીક કાળજી રાખવી જરૂરી બની ગઇ છે. સમગ્ર ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો 42 ડીગ્રીને પાર પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સૂર્ય પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે, અને ગરમીનો પારો 44 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે આવી ગરમીમાં સનસ્ટ્રોકથી બચવા કાળજી લેવી જરૂરી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 30, 2019, 3:53 AM IST

ગરમીથી મહીસાગર જિલ્લાના પ્રજાજનોના આરોગ્યની જાળવણી માટે પ્રવર્તમાન ગરમીની સીઝનને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં હિટવેવના પરીણામે મહીસાગર જિલ્લાના લોકોના આરોગ્યની જાળવણી માટે સનસ્ટ્રોકથી બચવા કાળજી લેવી જરૂરી છે.

જાણો સનસ્ટ્રોકથી બચવાના ઉપાયો

લીલાવતી હિસ્પિટલના એમડી ફિઝીશયન ડો.દીલીપ અગ્રવાલ જણાવ્યા અનુસાર વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. જેના કારણે ઉનાળાના તાપથી સન સ્ટ્રોક લાગવાના કેસો, માથાનો દુખાવો, ઝાડા ઉલ્ટી અને પેટના દુખવાના દર્દીમાં વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં લૂ લાગવાના કેસોને ધ્યાને લઈ સનસ્ટોકથી બચવા જાહેર જનતાએ ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, ઘરની બહાર જવાનું થાય તો આખું શરીર ઢંકાય અને માથુ પણ ખુલ્લુના રહે તેની કાળજી લેવી જોઇએ. સિધા સુર્ય પ્રકાશથી બચવું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુ, તાજા ફળોના રસનું શરબત બનાવીને પીવું જોઈએ.

નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિષેશ કાળજી લેવી જોઇએ. ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી. બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દુધ, માવામાં બનાવેલ ખાદ્ય પદાર્થો ખાવા નહી. ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવુ, માથાનો દુખાવો, બેચેની, ચકકર, ઉબકા, પગની એડીમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવુ, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછુ થઈ જવુ, ચામડી લાલ સુકી અને ગરમ થઈ જવી, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવુ, અતિ ગંભીર કિસ્સામાં ખેચ આવવી કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાના હોસ્પીટલનો સંપર્ક કરવો જોઇએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details