મહીસાગરમાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા, કુલ આંક 400 - મહીસાગર કોરોનાની સંખ્યા
મહીસાગર જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. ત્યારે નવા 25 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 400 પર પહોંચ્યો છે.
મહીસાગરઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં નવા 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરુવારે આવેલા નવા 25 કેસમાંથી લુણાવાડામાં 5, બાલાસિનોરમાં 13, સંતરામપુરમાં 3, વિરપુરમાં 2, ખાનપુરમાં 1 અને કડાણામાં 1 કેસ નોંધાયા છે.
આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 400 પર પહોંચી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 24 મૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં સારા સમાચારએ પણ છે કે, ગુરૂવારના રોજ 7 દર્દીઓ સાજા થતાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 241 થઈ છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 36 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય 99 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે.