મહીસાગર: રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સંક્રમણના લક્ષણો હોય અને તેઓનું વહેલું નિદાન થઇ જાય તે જરૂરી છે. તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારીની રહબરીમાં મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને સ્થળ પર તેમના આરોગ્યની તપાસ થઈ શકે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં 1 લી જુલાઇથી 21 ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત કરવામાં આવી છે.
ધન્વંતરી આરોગ્ય રથની કામગીરીને ધ્યાને લઇ જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમના ( RBSK ) વાહનનો તેમજ આર.બી એસ.કે ( RBSK ) ટીમનો ધન્વંતરી આરોગ્ય રથ તરીકે આરોગ્ય વિશે સેવાઓ જનતાને પૂરી પાડવામાં આવી રહી છે. આ રથમાં ડૉકટર, નર્સ, અને ફાર્માસિસ્ટ દ્વારા ગ્રામ્ય કક્ષાએ જુદા જુદા ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર સિવાયના જિલ્લાના 558 ગામોને આવરી લેવામાં આવશે.
મહીસાગરના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવા માટે 1 જુલાઇથી 21 ધન્વંતરી રથની શરૂઆત કરાઇ ધન્વંતરી આરોગ્ય રથ અંતરિયાળ વિસ્તારના લોકોને કેમ્પના સ્થળ પર થર્મલ ગન વડે તાવની તપાસ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, રક્તચાપ, ચામડીના દર્દી વિગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવાર, પલ્સ ઓક્સીલીટર દ્વારા લોહીમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ, આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાનું વિતરણ,આયુર્વેદિક ઉકાળા, નવા જન્મેલા બાળકોની તપાસ, સગર્ભા મહિલાઓની તપાસ અને કોરોના અંગે શંકાસ્પદ દર્દીઓને રીફર કરવાની કામગીરી કરવામાં આવે છે.
મહીસાગરના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવા માટે 1 જુલાઇથી 21 ધન્વંતરી રથની શરૂઆત કરાઇ ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા જાગૃતિ પણ આપે છે. સાથે સાથે ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ વોશનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવા અંગેની વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવે છે. અત્યાર સુધી જિલ્લામાં અંદાજીત 120 ગામોમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને આરોગ્ય વિષયક સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે.