- મહિસાગરના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં રક્તદાન કેમ્પ યોજાયા
- તમામ કેમ્પમાંથી 1797 યુનિટ રક્ત એકત્રિત કરાયું
- કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પ યોજાયા
- કોરોનાના દર્દી અને સગર્ભા મહિલાઓ માટે રક્ત એકત્રિત કરાયુું
લુણાવાડાઃ કોરોનાના કારણે અનેક જગ્યાએ રક્તની અછત જોવા મળી હતી. આ અછતને પહોંચી વળવા માટે અનેક જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આ જ રીતે મહિસાગરમાં પણ અનેક આરોગ્ય કેન્દ્રોમાં પણ રક્તદાન કેમ્પ યોજાયા હતા. જિલ્લા કલેક્ટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહિસાગરમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા. જિલ્લામાં આવેલા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર તેમ જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા કે, લુણાવાડા, ખેડાપા, ખાનપુર, સરસણ, ખારોલ, ઓથવાડ, મુનપુર, મલેકપુર-શામણા, ભાટપુર-વિરપુર, હાથીવન, થાણાસાવલી, જનોડ, ચાંપેલી-ઉંદરા, કુરેટા, કોયડેમ, ભંડારા, કિડીયા, બાર, ઉબેર, મોટાસોનેલા, સાલીયાબીડ, બાકોર, કેનપુર, નાની ભુગેડી, બાલાસિનોર, મોટીકયાર, ચુંથાના મુવાડા, વેલના મુવાડા, ઉકરડી, મુડાવેડખમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.