ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 161 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું - Blood Donation Camp

રાજ્યના શિક્ષણ વિભાગ પ્રેરિત મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા ખાતે સરદાર પટેલ વિદ્યાલય ખાતે બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન કરવમાં આવ્યું હતું. આ આયોજન રાજયના શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 161 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે.

લુણાવાડા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 161 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
લુણાવાડા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 161 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

By

Published : Oct 14, 2020, 10:13 PM IST

મહીસાગર: જિલ્લા કલેકટર આર.બી.બારડે રકતદાન કેમ્પની મુલાકાત લઇને શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી હતી. કોવિડ-19 જનઆંદોલન અભિયાન અંતર્ગત જનજનમાં લોકજાગૃતિ આવે અને કોરોના સંક્રમણને અટકાવવા માટે સમાજના તમામ લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને 6 ફૂટના અંતરનું પાલન કરે તે માટેનો સંદેશો સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા સૂચવ્યું હતું.

કોરોના મહામારી સમયે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા ઉદ્દેશથી શિક્ષણ વિભાગે આ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કોરોનાની આ મહામારીના સમયમાં લોકડાઉન અને અનલોક દરમિયાન જિલ્લાના શિક્ષકોએ જિલ્લાના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે કોરોના વોરિયર્સ બનીને મહત્વની કામગીરી કરી હતી.

કોરોના મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે ઉદ્દેશથી રકતદાન કરી રહેલા લોકોની સેવાને બિરદાવી હતી. ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલે કોરોના મહામારી વચ્ચે શિક્ષકોએ કરેલ કામગીરીને બિરદાવી શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે જે રક્તદાન કેમ્પોમાં કરવામાં આવી રહેલ આયોજનની સરાહના કરી હતી.

શિક્ષણ વિભાગના ઉપક્રમે હવે આગામી તારીખ 16/10/2020ના રોજ સંતરામપુરની મુરલીધર સ્કૂલ ખાતે અને તારીખ 19/10/2020ના રોજ લાલસરની પટેલ સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં જિલ્લાના શિક્ષકોને ભાગ લેવા બદલ મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહીને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શશિકાંતભાઇ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહેશભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના કે.એમ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના જે.એસ.પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details