ગુજરાત

gujarat

ETV Bharat / state

નોકરી કરવા વિદેશ જતાં યુવાનો રસીના બીજા ડોઝ માટે અટવાયાં - Delay in dose of vaccine

હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા પૂરજૉશમાં ચાલી રહી છે ત્યારે અમુક લોકો સરકારના રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળાના નિયમોથી પરેશાનીમાં મુકાયા છે.

નોકરી કરવા વિદેશ જતાં યુવાનો રસીના બીજા ડોઝ માટે અટવાયાં
નોકરી કરવા વિદેશ જતાં યુવાનો રસીના બીજા ડોઝ માટે અટવાયાં

By

Published : Jun 7, 2021, 7:39 PM IST

  • કોડકી ગામના યુવાનોને વિદેશ જવામાં રસીના કારણે થયો વિલંબ
  • રાજ્ય સરકારે માત્ર વિદેશ જતાં વિદ્યાર્થીઓ માટે જ બીજા ડોઝની વ્યવસ્થા કરી
  • 84 દિવસ થઈ ગયા છતાં બીજા ડોઝથી યુવાન વંચિત
  • વિદેશ જવાના તમામ ડોક્યુમેન્ટ તૈયાર હોવા છતાં રસીનો બીજા ડોઝ ન મળવાથી વિલંબ

    કચ્છઃ ભુજ તાલુકાના કોડકી ગામમાં રહેતો યુવાન વિદેશમાં નોકરી કરી રહ્યો છે. હાલ એક વર્ષ પહેલા lockdown થતાં તે વતન પરત આવેલો હતો અને હવે જ્યારે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે ત્યારે તે નોકરી અર્થે પાછો વિદેશ જવા માગે છે અને ત્યાં નિયમો અનુસાર રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. માટે પરમીટ તથા વિઝા બંને હોવા છતાં રસીનો બીજો ડોઝ મળતો ન હોવાથી તેને વિદેશ જવામાં વિલંબ થઈ રહ્યો છે.
    રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળાના નિયમોથી પરેશાનીમાં મુકાયા


    84 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં બીજા ડોઝથી વંચિત

    કોડકી ગામમાં રહેતા યુવાને પ્રથમ ડોઝ 9 માર્ચના લીધો હતો પરંતુ હાલ તેને બીજા ડોઝ માટે 84 દિવસથી ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં તેને બીજા ડોઝ માટે એપોન્ટમેન્ટ મળતી નથી તથા રજિસ્ટ્રેશન થઇ શકતું નથી.

    વિદેશમાં નોકરી કરતા લોકો માટે બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી નથી

    રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપીને બીજો ડોઝ આપવામાં આવશે. પરંતુ વિદેશમાં નોકરી કરતા લોકો માટે પણ સરકારે વિચારો જોઇએ તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી


વિદેશ ભણતા વિદ્યાર્થીઓ માટે રસીના બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી

કચ્છમાં પણ વિદેશ ભણતા વિદ્યાર્થીઓનું બીજું સત્ર શરૂ થઈ ગયું હોય અને કોલ લેટર આવી ગયા હોય તેવા વિદ્યાર્થીઓને રસીનો બીજો ડોઝ માટે પ્રાધાન્ય આપવાનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે.

જાણો શું કહ્યું યુવાનોએ?

84 દિવસથી વધુ દિવસ થઈ ગયા છતાં બીજો ડોઝ નથી મળી રહ્યો જેના કારણે વિદેશ જવામાં મુશ્કેલી આવી રહી છે.અમારા વિદેશ જવા માટેના પરમિટ વિઝા તમામ ડોક્યુમેન્ટ તૈયાર હોવા છતાં પણ રસીનો બીજો ડોઝ ન મળવાથી અમને વિદેશ જવા માટે વિલંબ થઈ રહ્યો છે.

જાણો શું કહ્યું અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ?

કચ્છના દરેક રસીકરણના કેન્દ્રો પર વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન કરવા માટેના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેવા ઉદ્દેશ્યથી વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વેક્સિનેશન એટલે કે બંને ડોઝ આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ આજથી રાજ્યની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ

ABOUT THE AUTHOR

...view details