- કેનાલમાં પાણી પીવા જતાં પગ લપસ્યો
- યુવાનનો પગ લપસતાં થયું મોત
- ભુજ ફાયર બ્રિગેડની ટીમે કાઢ્યો મૃતદેહ
- રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી
કચ્છ:ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો પંજાબી યુવાન કેનાલમાં પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો. તે દરમિયાન પગ લપસી જતાં યુવાન કેનાલમાં ડૂબ્યો હતો. કેનાલમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. ભુજની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી અને થોડાક કલાકો બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી