અંજારના લાયન્સ નગરમાં 25 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ, જિલ્લાનો કુલ આંક 91 - kutchh corona update
કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે મંગળવારે અંજારના લાયન્સ નગરમાં રહેતા 25 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય તંત્રએ યુવાનને સારવાર માટે અને સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવા સહિતની કામગીરી આદરી દીધી છે.
કચ્છ: આજે અંજારના લાયન્સ નગરમાં રહેતા 25 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય તંત્રએ યુવાનને સારવાર માટે અને સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવા સહિતની કામગીરી આદરી દીધી છે.
મળતી વિગતો મુજબ આ યુવાનનું સેમ્પલ પરીક્ષણ માટે લેવાયું હતું એન તેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 91 પર પહોંચી છે. સાઈન ઓન માટે કચ્છ આવેલા ત્રણ ક્રુ મેમ્બર સહિત કુલ 94 કેસ કચ્છમાં નોંધાયેલા છે. અનલોક-1 સાથે કચ્છ ધમધમી રહયું છે. ત્યારે આજે શહેરી વિસ્તારમાં કેસ નોંધાતા લોકોમાં ચિતા જોવા મળી રહી છે. હાલ કચ્છમાં 91 પૈકી 13 એકટીવ કેસ છે અને 71 લોકોને સ્વસ્થ થઈ ગયા બાદ રજા આપી દેવામાં આવી છે. કચ્છમાં કુલ 7 કોરોના દર્દીઓના મોત થયા છે જેમાંથી એક મહિલા દર્દીનું મોત ગાયનેક કારણોસર થયું છે.