- રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભુજમાં યોજાયો કાર્યક્રમ
- યોગ સંવાદ રિફ્રેશર કોર્સ તાલીમ સત્ર યોજાયું
- યોગ બોર્ડ ચેરમેન શીશપાલજી રહ્યાં ઉપસ્થિત
ભુજ- ગુજરાત સરકાર દ્વારા પુરા ગુજરાતને યોગમય બનાવવા માટે ગુજરાત રાજય યોગબોર્ડની 2019માં રચના કરવામાં આવી હતી. જેના ચેરમેન તરીકે શીશપાજી રાજપૂતની નિમણુક કરવામાં આવી હતી. જેમના દ્વારા પૂરા રાજયમાં યોગ કોચની પસંદગી કરી નિમણુક કરવામાં આવી હતી. યોગકોચ દ્વારા 30 દિવસમાં 80 કલાકની યોગ શિક્ષણની તાલીમ આપી યોગ ટ્રેનર્સ/ટીચર્સ તૈયાર કરવામાં આવ્યાં હતાં. યોગ ટ્રેનર દ્વારા ગુજરાતના દરેક ગામોમાં યોગનું શિક્ષણ આપવામાં આવે છે. આ બધી તાલીમના ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન દ્વારા રિફ્રેશર તાલીમ સત્ર “યોગ સંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી શીશપાલજી અને તેમની ટીમે કચ્છના યોગ કોચ, યોગ ટ્રેનર તેમજ યોગ સાધક તેમજ તમામ યોગપ્રેમીઓને માહિતી, માર્ગદર્શન તેમજ તાલીમ આપી હતી.