શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા કચ્છ:અડદિયાએ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક (Kutch Special Adadia)છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન(Adadia Rich in protein) હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા મસાલા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં (Winter Special Food Adadia) તો અડદિયા ખાવા જ જોઈએ.
શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે અડદિયા: અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી: કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે, પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે, કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે કચ્છમાં મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરે છે.
આ પણ વાંચોઅભિનંદન ગુજરાત ! સૂર્યમંદિર અને વડનગરનો UNESCOની વર્લ્ડ હેરિટેઝની સંભવિત યાદીમાં સમાવેશ
શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે: હાલના ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે, જેના કારણે અડદિયાની માંગ વધી છે અડદની દાળ, ડ્રાયફ્રુટ, શુદ્ધ ઘી તેમજ શિયાળામાં શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે, અડદિયા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અડદિયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, જેમાં કોઈ જ શંકા નથી.
અડદિયાએ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક 400થી 800 રૂપિયે કિલો વેંચાય છે અડદિયા:અડદિયાના એક કિલોના ભાવ 400થી લઈને 800 સુધીના છે, કોરોના મહામારી વચ્ચે પણ અડદિયાની માંગ જળવાયેલી છે. ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપરમાંડવી, મુન્દ્રા,નખત્રાણા, નલિયા, દયાપરની બજારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે, જે અડદિયા છેક કચ્છ નહિ પણ સમગ્ર ભારતમાં પહોંચે છે. વિદેશમાં વસતા કચ્છના લોકો પણ અચૂક અડદિયા મંગાવે છે. સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ અડદિયા બનાવીને વહેંચતા હોય છે. ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદરપાક, ખજૂર પાકની પણ ડિમાન્ડ રહે છે, ત્યારે એક વખત અચૂક સૌ કોઈએ અડદિયા મંગાવીને સ્વાદ લેવું જોઈએ.
આ પણ વાંચોYear ender 2022: રાજનીતિક ગતિવિધિઓથી ધબકતું રહ્યું આ વર્ષે વડોદરા
શરીરની અગ્નિને સંતોષવા માટે ઉપયોગી:અડદીયાના ફાયદા અંગે વાતચીત કરતા આયુર્વેદિક ડોક્ટર નિકિતા ઉદ્દેશીએ જણાવ્યું હતું કે,અડદિયાનું નામ સૌથી પહેલા આવે એટલે મગજમાં સૌથી પહેલા જે વાત આવે એટલે કે અડદની દાળ.એક ઔષધી રૂપે અડદની દાળ ખૂબ જ અમૃત સમાન છે. આ જ ઋતુ છે જેને આપણે હેમંત ઋતુ કહીએ છીએ જે ઠંડીની ઋતુ છે એની અંદર આપણા શરીરની અગ્નિ ખૂબ જ પ્રબળ હોય છે. આર્યુવેદની અંદર કહેવામાં આવ્યું છે કે અગ્નિ છે તે પ્રબળ રૂપથી શરીરને કવર કરતી હોય છે. ભૂખ સંતોષવા માટે અડદની દાળ જે ખૂબ ભારે છે તે શરીરની અંદરની અગ્નિને સંતોષી શકે છે. અડદની દાળમાંથી અનેક ઔષધિઓ બનાવવામાં આવતી હોય છે. અડદીયાની અંદર જેટલી પણ ગરમ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે આ ઋતુમાં તે ખૂબ જ સારું છે. આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવના રોગ થવા ખૂબ જ સામાન્ય છે ત્યારે તુલસી,અજમો જેવા અનેક ગરમ મસાલાઓ ઘરની અંદર રહેલા ઔષધીયો લોકો ભૂલી ગયા છે ત્યારે લોકો જો ગરમ અડદિયાનું સેવન કરે તો શરીરની અંદર નેચરલી ગરમી આવે છે જેનાથી આપણું શ્વાસ તંત્ર સ્વસ્થ અને તંદુરસ્ત બને છે જે ઇન્ફેક્શન અને વાયરસ વારંવાર આપણા શરીર પર હુમલો કરતા હોય છે ત્યારે અડદીયાની અંદર રહેલા મસાલાઓ આ તમામ રોગો સામે લડવા ખૂબ જ મદદરૂપ રહે છે.