કચ્છઃ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગે 2015થી આ અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં મંગળ પર હોય તેવી જ માટી આ જગ્યા પરથી મળી આવી હતી. આ ઉપરાંત બન્ને ડુંગરની કોતરોનો આકાર પણ રકાબી જેવો છે. આ બાબત સામે આવ્યા પછી ઈસરો અને નાસાએ તપાસ હાથ ધરતા સમગ્ર વિશ્વમાં જગ્યા બેસાલ્ટ ટેરેઈન એટલે કે કાળામીંઢ પથ્થરની પૃથ્વીમાં એકમાત્ર જગ્યા હોવાનુ સ્પષ્ટ થયું છે. જે બાબત ભારત અને કચ્છ માટે ગૌરવ સમાન છે.
મંગળ ગ્રહ અને કચ્છના માતાના મઢ વચ્ચે શું છે સામ્યતા? જાણો વિગત - Two pigs at the mother's house
મિશન મંગલમાં ભારતે પોતાનું નામ ટોચ પર લીધા પછી હવે મંગલ પર પાણી અને અન્ય સંશોધન માટે પણ ભારતમાંથી એક જગ્યા મળી આવી છે અને તે છે કચ્છનો માતાનો મઢ, કચ્છની કુળદેવીમાં આશાપુરાના જ્યાં બેસણા છે, એવા માતાના મઢ ખાતે બે ડુંગર વચ્ચેની જીરોસેટ નામનું ખનીજ મળી આવ્યું છે. જ્યાં નાસા ઈસરો અને આઈઆઈટી ખડગપુર, નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઈન્સિસ્ટ્યુટ હૈદરાબાદ દ્વારા ખાસ સંસોધન કેન્દ્ર બનાવીને વધુ સંશોધન હાથ ધરવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટીના ભુસ્તરશાસ્ત્રી ડૉ. મહેશ ઠક્કરે ઈટીવી ભારતે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં નાસાના કેટલાક વૈજ્ઞાનિક કચ્છ આવ્યાં હતા અને તેમણે આ બાબતને સમર્થન આપીને વધુ સંશોધન માટે જણાવ્યું છે. પ્રથમ અભ્યાસ બાદ મંગલ પરથી જે ફોટો મળ્યાં હતાં. તેની સાથે આ જગ્યાને ફોટો સાથે સરખાવતા બંને સમાન હોવાનું જણાઈ આવ્યું છે. આ જગ્યા પર વધુ સંશોધન હાથ ધરાશે એટલે મગંળ પર પાણી અને ખાસ કરીને સદીઓ પહેલા જે ફેરફાર થયા હતા. જે બાબતની મહત્વપૂર્ણ જાણકારી એકત્ર કરી શકાશે. કારણ કે, મંગળ પર સ્થાનિક તપાસ નથી કરી શકાતી, પણ જો આ બંને સામ્યતા મુજબ સંશોધન પરિણામલક્ષી બનશે. તો આ સંશોધન માટે અતિ મહત્વનું બની રહેશે.
ખાસ કરીને આ જમીન પર થનારા સંશોધન બાદ મંગળ પર જ્યારે પહોંચશું, ત્યારે ક્યાં લેન્ડિગ કરવું તે સાઈટ નક્કી કરી શકાશે. નાસાના વૈક્ષાનિકોએ એવું તારણ આપ્યું છે કે, હાઈડ્રોસ સલ્પેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી બનતા જીરોસેટની ઉપસ્થિતીએ બાબત સમજવા પર ભાર મુકી રહ્યું છે કે, મગંળ અને માતાના મઢ વચ્ચે કંઈક તો સામ્યતા છે.