ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં હોળી અને ધુળેટી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસવડાનો અનુરોધ

હોળી, ધુળેટી અને શબ-એ-બારાતના તહેવારમાં કચ્છનાં લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસવડા સૌરભસિંઘે અનુરોધ કર્યો હતો કે, જો નિયમ ભંગ થશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

કચ્છમાં હોળી અને ધુળેટી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસવડાનો અનુરોધ
કચ્છમાં હોળી અને ધુળેટી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસવડાનો અનુરોધ

By

Published : Mar 28, 2021, 6:58 AM IST

  • જાહેરમાં ધુળેટીની ઉજવણી કરવાની મનાઈ ફરમાવાઈ
  • ગુજરાત સરકાર દ્વારા પણ પરિપત્ર બહાર પડાયો
  • હોળીના દિવસે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પૂજા કરવી

કચ્છ:ગુજરાત સહિત કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. આ સાથે, ભુજ અને ગાંધીધામના શહેરી વિસ્તારોમાં પણ સંક્રમણમાં વધારો સામે આવી રહ્યો છે. તેમાં, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે કે, હોળીની ઉજવણી કોવિડ નિયમોના પાલન સાથે કરવી પડશે. જ્યારે, ધુળેટીની જાહેરમાં ઉજવણી કરવા પર મનાઈ ફરમાવાઈ છે. ઉપરાંત, આજે રવિવારે શબ-એ-બારાતનો પણ તહેવાર ઉજવવામાં આવશે.

કચ્છમાં હોળી અને ધુળેટી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસવડાનો અનુરોધ

આ પણ વાંચો:કોરોના કાળમાં ભારતમાં લોકડાઉન બાદના એક વર્ષ પર નજર

માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો

પશ્ચિમ ક્ચ્છનાં પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, તહેવારમાં કોવિડ પ્રોટોકોલ અને સરકારની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તથા જે કોઈ પણ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવાશે.

આ પણ વાંચો:નેપાળ કૉવિડ-૧૯ સામે લડવા માટે ચીન અને ભારત તરફ મીટ માંડીને બેઠું છે

ABOUT THE AUTHOR

...view details