કચ્છ- કચ્છના છેવાડાના સૂકા મલક અને કેટલાક વિસ્તારોને બાદ કરતાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ છે તેવા બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની પળોજણનો સામનો લોકો કરી રહ્યા છે. ભરઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે (Water Crisis in Gujarat) તરસ્યા છે. બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બન્ની વિસ્તારના અમુક ગામડાઓમાં (Bhagadia village of Kutch facing drinking water problem) ખાસ કરીને વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે (Drinking Water Scarcity )વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને હિજરત કરવી પડે (Migration of pastoralists to Bunny)તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે-ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા (Water Crisis in Gujarat)વિકટ બની રહી છે. જેમાં ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા (Water shortage in Bunny of Kutch) સર્જાઇ છે. ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Special Report: અરવલ્લીના મેઘરજમાં પાણીની પળોજણ
ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે - દરવર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે 6500 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય (Bhagadia village of Kutch facing drinking water problem)વ્યવસાય પશુપાલન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા નેસ અને કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે. ધોમધમતા આકાર તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે.તો પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે.