ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન જાગૃતિ તેમજ કચ્છ યુનિવર્સિટીના યુવા મતદાતા ગીત અને ગણેશ નાટ્ય ગ્રુપ-ભુજ દ્વારા 'ફરક પડે છે' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સ્વીપ નોડલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી વીડિયો ક્લિપ પણ બતાવવામાં આવી હતી.
કચ્છમાં મતદાન જાગૃતિ માટે 'સૂરધારા-સંગીત સંધ્યા' કાર્યક્રમ યોજાયો - program
કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી-2019 એ ભારત વર્ષ માટે દર પાંચ વર્ષે આવતો `લોક મહોત્સવ' છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 'કચ્છ કરશે 100 ટકા મતદાન'ની જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે હમીરસર તળાવની પાળે જિલ્લાકક્ષાનો 'મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ યોજાયો હતો.
'મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે વિદ્યાર્થિનીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા ભૂમિ સોલંકી દ્વારા ઉપસ્થિત જનમેદનીને મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ શહેરની તમામ કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.