- અંજાર તાલુકામાં રૂ. 61.90 લાખના ખર્ચે નિર્માણ કરાયું
- નવા પંચાયત ઘરો તેમજ આંગણવાડીઓનું થયું લોકાર્પણ
કચ્છ: અંજાર તાલુકાના દુધઇ ખાતે આયોજિત એક સમારોહમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળ આ વિવિધ વિકાસલક્ષી કામોની વિકાસ યાત્રા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આજથી આ ગામના તમામ કાર્યો આ સુંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાની સેવા એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. તેમણે ગ્રામજનોને કોરોના મહામારીના આ સમયમાં સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમજ માસ્કનો ફરજીયાત ઉપયોગ, દો ગજ કી દુરી અને હાથ સેનિટાઇઝ કરવા અપીલ કરી હતી.