કચ્છ: ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ (Uttarayan 2022 Gujarat) એટલે પતંગ રસિયાઓનો તહેવાર. મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ તૈયારીઓમાં લાગી જાય છે અને આજે એ દિવસ આવી ગયો છે. જો કે કોરોનાના કહેર(Corona In Gujarat)ને કારણે ઉત્તરાયણમાં સરકારે અમુક પ્રતિબંધો (Corona Guidelines Gujarat) જાહેર કર્યા છે, જેથી કરીને દર વર્ષે જેમ હર્ષોલ્લાસથી લોકો ઉત્તરાયણ માનવતા હોય છે તે ઉત્સાહ આ વર્ષે જોવા મળ્યો નહોતો.
સિંગાપુરથી મંગાવેલા કાપડમાંથી 4 દિવસની મહેનત બાદ પતંગ બનાવ્યો. 80 ફૂટનો કોરોના નામનો હાડપિંજર આકારનો પતંગ બનાવ્યો
વૈશ્વિક મહામારી કોરોના (Corona Pandemic Effect On Festivals)ના કારણે લોકોએ પોતાના મનગમતા તહેવારોની ઉજવણીમાં પણ કાપ મૂકવો પડયો છે અને સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવી પડી રહી છે, ત્યારે લોકોને કોરોના સામે જાગૃત કરવા તેમજ માસ્ક અને સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા પ્રેરિત કરવા માટે કચ્છના પતંગબાજ જયેશભાઈ સિસોદિયાએ 80 ફૂટનો કોરોના નામનો હાડપિંજર આકારનો પતંગ બનાવ્યો છે. આ પતંગના માધ્યમથી લોકોને માસ્ક (Appeal to wear mask in Gujarat) પહેરવા અનુરોધ કર્યો છે. જો માસ્ક નહીં પહેરો તો શરીર હાડપિંજર બની જશે તેવો સંદેશો આપ્યો છે.
4 દિવસની મહેનત બાદ પતંગ બનાવ્યો
80 ફૂટનો કોરોના નામનો હાડપિંજર આકારનો પતંગ બનાવ્યો. માંડવીના પતંગ રસીક જયેશભાઈ સિસોદિયાએ છેલ્લા એક દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં અઢી લાખનો ખર્ચ (Cost of making a kite by a Gujarati) કર્યો છે. તો મકરસંક્રાતિ 2022માં જમ્બો ફાઈટર પતંગ બનાવવા માટે સિંગાપુરથી મંગાવેલા કાપડમાંથી 4 દિવસની મહેનત બાદ પતંગ બનાવ્યો છે અને આજેમકરસંક્રાંતિના પર્વે પતંગબાજ જયેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં પતંગ ચગાવવામાં આવ્યો હતો.
2008થી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લે છે
પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં અઢી લાખનો ખર્ચ કર્યો. ઉપરાંત જયેશભાઈ વર્ષ 2008થી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં પણ ભાગ (international kite festival participant) લે છે અને અનેક વખત ભારતની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. કચ્છ, અમદાવાદ (international kite festival Ahmedabad), ગાંધીનગર, વડોદરા, ગાંધીધામ, બેલગામ, ગોવા, પણજી વગેરે જગ્યાએ દર વર્ષે યોજાતા પતંગોત્સવમાં તેઓ ભાગ લે છે. તેમની પાસે અવનવા પતંગો પણ છે. તો આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે જયેશભાઈ જેવા અનેક પતંગબાજો પતંગોત્સવમાં જઈ શક્યા નહોતા.
આ પણ વાંચો:Happy Makar Sankranti 2022: હિન્દુ ધર્મ મુજબ જાણો ઉત્તરાયણના તહેવારની વિશેષતા
70 અને 80 ફૂટના પતંગો ઉડાડ્યા
લોકોને કોરોના ગાઈડલાઈન અનુસરવા અનુરોધ પણ કર્યો. પતંગબાજ જયેશભાઈ સિસોદિયાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે પતંગોત્સવ રદ્દ થતાં આ વર્ષે ઘરે જ પરિવારજનો સાથે આ તહેવાર મનાવી રહ્યા છીએ. આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ મેદાનની જગ્યાએ ઘરની અગાસી પરથી જ કાપડના પતંગો ઊડાવી રહ્યા છીએ. આજે 70 ફૂટનો ફાઈટર પતંગ તથા 80 ફૂટનો કોરોના હાડપિંજરવાળો પતંગ ઊડાવ્યો છે અને લોકોને કોરોના ગાઈડલાઈન અનુસરવા અનુરોધ પણ કર્યો છે.
ઉત્તરાયણ સરકારની ગાઈડલાઈન મુજબ, પરંતુ ઉજવી રહ્યા છીએ
પતંગબાજ વિરાટ સોલંકીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ મેદાનની જગ્યાએ ઘરની અગાસીએથીજ પતંગ ચગાવીએ છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. દર વર્ષ કરતા આ વર્ષે તહેવાર સાવ ફિક્કો લાગે છે. ગુજરાતીઓનો તહેવાર છે ઉજવવો તો જોઈએ જ. ગાઈડલાઈન મુજબ, પરંતુ ઉજવી રહ્યા છીએ.
આ પણ વાંચો:Makar Sankranti 2022: આણંદમાં બાળકોએ પતંગોત્સવનો માણ્યો આનંદ